IGNOU Recruitment 2023 – 102 જુનિયર આસિસ્ટન્ટ કો-ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફર પોસ્ટ માટે ભરતી, 21 ડિસેમ્બર સુધી અરજી કરો.
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ જુનિયર આસિસ્ટન્ટ કમ-ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફરની 102 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. કોઈપણ ઉમેદવાર જે IGNOUની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગે છે તે 21 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
IGNOU ની આ ભરતીમાં, જુનિયર આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટની 50 જગ્યાઓ અને સ્ટેનોગ્રાફરની 52 જગ્યાઓ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા NTA વેબસાઇટ exams.nta.ac.in ની મુલાકાત લો અને સંપૂર્ણ ભરતી સૂચના જુઓ. આગળ જુઓ IGNOU ભરતીની મુખ્ય શરતો
IGNOU Recruitment 2023 ની મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ -01-12-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 21-12-2023
અરજીમાં સુધારાની તારીખ – 22-12-2023 થી 25-12-2023.
પરીક્ષાની તારીખ – NTA આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે.
આ પણ વાંચો – RNSBL Recruitment 2023 રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી
IGNOU Recruitment 2023 – ખાલી જગ્યા વિગતો:
કુલ ખાલી જગ્યાઓ –
102, જુનિયર આસિસ્ટન્ટ-કમ-ટાઈપિસ્ટ (JAT) માટે 50 જગ્યાઓ અને સ્ટેનોગ્રાફર માટે 52 જગ્યાઓ છે.
પગાર ધોરણ –
જુનિયર આસિસ્ટન્ટ માટે 7મા પગાર પંચમાંથી દર મહિને પગાર સ્તર-2 (19900-63200) જ્યારે સ્ટેનોગ્રાફર માટે (25500-
81100 રૂપિયા દર મહિને આપવામાં આવશે.
વય મર્યાદા –
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ (JAT માટે) છે. જ્યારે સ્ટેનોગ્રાફર માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. અનામત વર્ગમાં પણ છૂટછાટ મળશે.
અરજી ફી –
બિન અનામત, OBC ઉમેદવારો માટે રૂ. 1000. જ્યારે EWS, ST માટે 600 રૂપિયા ચૂકવવા પડશે. વિકલાંગ લોકો માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકાય છે.
સત્તાવાર વેબસાઇટ:
https://exams.nta.ac.in/ અને https://curect.ntaonline.in/