GSSSB Recruitment: 2023નું વર્ષ અંતિમ દિવસો ચાલી રહ્યું છે અને 2024નું પ્રારંભ થઈ રહ્યું છે. આ નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે અત્યારથી જ મોટી ભેટ આવી ગઈ છે. ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુજરાત સરકાર તરફથી ખુશ ખબર મળી છે.
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે ગુજરાતમાં વર્ગ 3ની ભરતી પ્રક્રિયાને લઈને એક મુખ્ય જાહેરાત કરી છે. જે મુજબ, આગામી 15 દિવસમાં વર્ગ 3 ની 5000 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડવામાં આવશે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી નિયમમાં કર્યા મોટા ફેરફાર, જાણો નવા નિયમ
GSSSB Recruitment ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવના જણાવ્યા મુજબ, આગામી 15 દિવસની અંદર વર્ગ 3ની 5000 જેટલી જગ્યાઓ પર ભરતી આવશે. તેમણે ભાર મૂકીને જણાવ્યું છે કે, ઉત્તરાયણ પહેલા 5 હજાર જેટલી જગ્યા પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે, જેથી સરકારી નોકરી કરવા માંગતા યુવા ઉમેદવારોએ તૈયારીઓ જોરશોરમાં શરુ કરી દેવી.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર – GSSSB Recruitment
આપને જણાવી આવે છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3ની ભરતીને લઈને નિયમોમાં કેટલાય ફેરફાર કર્યા છે. જેમાં હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યૂ પદ્ધતિ દ્વારા લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા જુદી જુદી લેવામાં આવતી હતી. જ્યારે હવે હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટેંટ સહિત વિવિધ 21 સંવર્ગની જગ્યાઓ માટે મુખ્ય લેખિત એકઝામ લેવાશે. તેના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.