IB Recruitment 2023, Government jobs, Sarkari Nokri, Recruitment :
ઇન્ટેલિજન્સ બ્યુરોના નોટિફિકેશન પ્રમાણે કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની શાખાઓમાં સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી ગ્રેડ – II / ટેકનિકલની કુલ 226 જગ્યાઓ ભરવાની છે.
IB Recruitment 2023, Government jobs, Sarkari Nokri, Recruitment : ભારત સરકારમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા વિભાગ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ઇન્ટેલિજન્સ બ્યુરોના નોટિફિકેશન પ્રમાણે કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની શાખાઓમાં સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી ગ્રેડ – II / ટેકનિકલની કુલ 226 જગ્યાઓ ભરવાની છે. ઉમેદવારો 22 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, મહત્વની માહિતી
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, પોસ્ટની વિગતો
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, લાયકાત:
ઉમેદવારોએ ગેટ 2021 અથવા 2022 અથવા 2023 માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (ગેટ કોડ: EC) અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (ગેટ કોડ: CS) માં ક્વોલિફાઇંગ કટ-ઓફ માર્ક્સ પ્રાપ્ત કર્યા હોવા જોઈએ:
B.E અથવા B.Tech: ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ટેલી-કમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની માહિતી ટેકનોલોજી સરકાર માન્ય યુનિવર્સિટી / કોલેજો / સંસ્થામાંથી. અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભૌતિકશાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા કમ્પ્યુટર વિજ્ઞાન સાથે વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી; અથવા કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર ડિગ્રી; સરકાર માન્ય યુનિવર્સિટી / કોલેજ / સંસ્થામાંથી.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, ઉંમર મર્યાદા
ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા 12.01.2024 ના રોજ 18 – 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, પગાર ધોરણ
કેન્દ્ર સરકારના પે મેટ્રિક્સ લેવલ – 7 પ્રમાણે ₹. 44,900-1,42,400 માસિક અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર્ય ભથ્થાં મળશે.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, અરજી ફી
તમામ SC/ST ઉમેદવારો મહિલા ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોને પરીક્ષા ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. “ભૂતપૂર્વ સૈનિકો કે જેમણે પહેલેથી જ કેન્દ્ર સરકાર હેઠળ સિવિલ સાઈડમાં રોજગાર મેળવ્યો છે. ગ્રુપ ‘C’ પોસ્ટમાં નિયમિત ધોરણે તેમને આપવામાં આવેલા અનામતના લાભો મેળવ્યા પછી પરીક્ષા ફી ₹ 100 ચૂકવવી જરૂરી છે.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, નોટિફિકેશન
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22.01.2024