IPL Auction : મીની-ઓક્શન માટે 10 ફ્રેન્ચાઇઝીસ કુલ કેટલો ખર્ચ કરશે?
IPL 2024 મિની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
IPL 2024 ની હરાજી પ્રથમ વખત દેશની બહાર યોજાશે
IPL 2024 ની હરાજી બપોરે 1 વાગ્યે શરૂ થશે
IPL Auction: આઈપીએલ 2024 મીની હરાજી પ્રથમ વખત દેશની બહાર યોજાઈ રહી છે. IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે થશે, જેમાં 10 ટીમો માટે કુલ 77 સ્લોટ ઉપલબ્ધ છે. તમામ ફ્રેન્ચાઈઝી પાસે કુલ રૂ. 262.95 કરોડનું પર્સ. સૌથી વધુ રકમ RCB પાસે છે, જેણે રિટેન્શનના દિવસે તેના 11 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સ મિની હરાજીમાં મોટો દાવ લગાવી શકે છે, કારણ કે ટીમને હાર્દિક પંડ્યાના સ્થાને કોઈને શોધવાનું છે.
ક્રિકેટ ચાહકો આઈપીએલ 2024ની મીની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યાં 333 ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. હરાજી માટે પસંદ કરાયેલા 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય છે, જ્યારે 119 વિદેશી ખેલાડીઓ છે.
10 ફ્રેન્ચાઈઝી પાસે કુલ 77 સ્લોટ ખાલી છે. એટલે કે વધુમાં વધુ 77 ખેલાડીઓ વેચી શકાય છે. IPL 2024 ની હરાજી માટે RCB ટીમ પાસે સૌથી વધુ પૈસા છે. RCBના પર્સમાં 40.75 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં RCB ટીમ વધુ બોલી લગાવીને ખેલાડીઓને પોતાના કેમ્પમાં સામેલ કરી શકે છે.