Vibrant Summit ગાંધીનગરમાં ટૂંક સમયમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જો તમે 10 થી 12 જાન્યુઆરી દરમિયાન સમિટ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેવા માંગતા હો, તો તમારે ફાઇવ સ્ટાર, થ્રી સ્ટાર હોટેલમાં માત્ર એક દિવસ રોકાવા માટે 20,000 થી 1.50 લાખ રૂપિયા સુધીના ઘણા પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.
Vibrant Summit ફાઇવ સ્ટાર હોટેલના સ્યુટમાં એક દિવસનું ભાડું રૂપિયા 2.30 લાખ : હોટેલના ભાડાંમાં ચાર ગણો વધારો
2019 પછી પ્રથમ વખત યોજાનારી વાઇબ્રન્ટ સમિટ માટે 72 હજારથી વધુ લોકોએ સાઇન અપ કર્યું છે. ત્રણ દિવસ માટે વિવિધ સ્થળોએથી 1 લાખથી વધુ લોકો મહેમાન તરીકે ગુજરાતમાં આવશે. વાઈબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરની ફાઇવ સ્ટાર હોટલના તમામ રૂમ 9 થી 12 જાન્યુઆરી સુધી બુક થઈ ગયા છે.
બીજી તરફ અમદાવાદની થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટેલમાં 50 ટકા રૂમ સરકાર દ્વારા બૂક થઇ ગયા છે. સિંધુ ભવન રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં 9 થી12 જાન્યુઆરી દરમિયાન રૂપિયા1.38 લાખનું એક દિવસનું ભાડું છે. જેમાં રૂપિયા 25413નો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. આ જ હોટેલમાં સ્યૂટનું ભાડું રૂપિયા 2.30 લાખ છે.
Vibrant Summit અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ હોટેલ્સ છે અને ત્યાં રહેવા માટે દરેકના અલગ-અલગ ભાવ છે. ઉદાહરણ તરીકે, ગાંધીનગરની હોટલમાં રોકાવા માટે રૂ. 67 હજાર, એરપોર્ટ નજીકની હોટલમાં રહેવા માટે રૂ. 29400, વૈષ્ણોદેવી વિસ્તારની હોટલમાં રૂ. 29600 અને વસ્ત્રાપુર- સેટેલાઇટમાં ફાઇવ સ્ટાર હોટલમાં રહેવા માટે રૂ. 30 હજારનો ખર્ચ થાય છે.
સામાન્ય દિવસોમાં રૂપિયા 7 હજારથી રૂપિયા15 હજારની આસપાસ હોય છે. આમ, હોટેલના ભાડામાં બે થી ચાર ગણો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં એનઆરઆઇ સિઝન પણ જામી છે. જેના કારણે પણ અનેક હોટેલના રૂમ દિવાળી બાદ જ બૂક થઇ ગયા હતા.
દેશ-વિદેશથી આવતા અતિથિઓ માટે ગુજરાતના પ્રખ્યાત સ્થળોમાં સાઇટ સીઇંગ, અમદાવાદમાં જોય રાઇડ જેવા વિકલ્પ પણ આપવામાં આવી રહ્યા છે. હજુ ફેબુ્રઆરી સુધી અમદાવાદ-ગાંધીનગરની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળે તેવી પૂરી સંભાવના છે.